Adarsh msc(it) College botad Technovation Program Enlightening

  • ૨૫ જેટલા સોફ્ટવેર પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂકાયા

બોટાદ ખાતે આદેશ M . Sc .( I T ) કોલેજનો ટેકનોવેશન કાર્યક્રમ  સંપન્ન


૩૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધી મુલાકાત


 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન આદર્શ એમ . એસ . સી . ( આઈટી ) કોલેજ – બોટાદનું એમ . એસ . સી . ( આઈટી ) કોલેજમાં ગત તા : ૨૩ થી ૨૬ સુધી TECHNOVATI0N – ૨૦૧૯ કાર્યક્રમ યોજાયેલ . જેમાં એમ . એસ . સી . ( આઈટી) કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈને અંદાજે ૨૨ જેટલા એમ્બેડેડ આઈટી પ્રોજેક્ટ અને ૨૦ થી ૨૫ જેટલા સોફ્ટવેર પ્રોજેકટ પ્રદર્શન માટે મુકવામાં આવેલ .

કાર્યક્રમનું ઉદઘાટન એમ . સી . એ . ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ એસ . આર . દ્વિવેદી , સંસ્થાના પ્રમુખ કાન્તીભાઈ લાડોલા તેમજ કવિશ્રી બોટાદકર કોલેજના આચાર્ય અનિરૂધ્ધસિંહ મકવાણાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ હતા . સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયા દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રોજેકટ અંગેની માહિતી અપાઈ હતી . સમગ્ર પ્રદર્શનમાં અંદાજે ૩૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ , વાલીઓ અને સ્ટાફમિત્રોએ મુલાકાત લીધેલ હતી . કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ . એસ . સી . ( આઈટી ) વિભાગના હેડ પ્રમીતભાઈ ગોહેલ , રાજેશભાઈ બારૈયા , અન્ય સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓએ ખાસ જહેમત ઉઠાવેલ હતી . કાર્યક્રમમાં વોલેન્ટીયર તરીકે ટીવાય બીસીએ વિભાગના વિદ્યાર્થીઓએ ખાસ સેવા આપેલ હતી .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*